Pages

રજત -રજ



શરદપૂનમની શીળી રાત ,બંસીવટનો મદમાતો ઘાટ !
ઉપરથી ચાંદની રેલાય ,કદંબની ખુશ્બૂ  ફેલાય  !
જમના તટની વેળુનો ચળકાટ,ઉપજાવે હૈયે ઉન્માદ !
ગગને તારાનો ચમકાર ,કરતી રજ એનો ઉપહાસ !

હું તો બડી ભાગવાન ,મને ખૂંદે ખુદ ભગવાન !
જો,જો,સુણ આ આવી તાન,આવશે ગોપી થઇ ગુલતાન !

ઓ ! આ કન્હાની બંસી વાગી !ગોપીને મિલનની તડપ જાગી !
દોડી દોડી આવી ,સૌ ઘેલી ,ઘર ,વર ,ને છોરાં મેલી !

બંસીવટ પર જામ્યો તાલ ,એક એક ગોપી ને એક એક કાં'ન !
ઉડે રજ ,રજત સમાન ,રજ-પાયલનો ભેદ ન કળાય !

દૂર ખડી "બેલા"મુસકાય ,લેતી ,આ અણમૂલો  લ્હાવ !
વાયુ ઝોંકાએ ડોલે રળિયાત ,વેરી ફૂલોની રજત-બીછાત !
                                       બેલા\૧\૧૨\૨૦૧૪ 
                                        ૪.૩૦.એ.એમ 

No comments:

Post a Comment