તારાં રટણનો આ વંટોળ ,ને ચિત્ત ચડ્યું ચકડોળ,
ધ્વની ઘૂમરાએ હરિ હરિને બોલ ;નથી રહ્યો --
ચિદાનંદનો નહી કોઈ તોલ !
સંગે વાયુની ઉઠે ,રેણુંનો કિલ્લોલ ,
તાળી લેતાં .તાળી દેતા ,પોંક્યા ગગનને મો'લ !
ફોરમ પણ ના પાછી પડી ,એય વહી સમતોલ ,
ગગને ગોરંભો જામ્યો ,હરિ-ધૂનનાં ગાજ્યાં ધોળ !
દેખી ,-વાયુ,રેણુ,ફોરમનો સંગમ ,
"બેલા" ખીલી ,બથ ભરી અણમોલ .
મિલન થયું ત્રિમૂર્તિ ,વિના કોઈ તોલ-મોલ ;
બ્રહ્મનાદ ગાજી રહ્યો ,સાથે બંસી-ડમરુનાં છે બોલ ! ! !
બેલા\૨૯\૧૧\૨૦૧૪
૭.૧૫.એ.એમ.
No comments:
Post a Comment