એક મૂર્ધન્ય કવિએ લખ્યું છે :
"આ ડોસો હજી ડોસીને પ્રેમ કરે છે "
કિન્તુ
પ્રેમ તો શાશ્વત છે ,પ્રેમ હ્રદયમાં સમાયેલો છે ,
પ્રેમ અંતરથી થાય છે ,પ્રેમ શારીરિક સ્તરથી પર છે ;
પ્રેમ દેહ અને દેખાવથી પર છે ,પ્રેમ માનસિક અને ચૈતસિક છે .
પ્રેમ એટલે હ્રદયનું આંદોલન ,પ્રેમ એટલે મનનું મોહન !
પ્રેમ એટલે વ્હાલનો અફાટ દરિયો ,પ્રેમ એટલે અનંત વહેતા તરંગો !
પ્રેમ કદી ખૂટતો નથી ,પ્રેમ કદી તુટતો નથી .
હું તમને પ્રેમ કરું છું ,મારાં શ્યામ !
દેહ અને તન લથડી ગયાં ,તેથી ,
પ્રેમ સુકાયો કે સુકાતો નથી શ્યામ !
હજી યે
ઝુકેલી,તૂટેલી બેલા પ્રેમથી ડોલે છે ;
ડાળ પાંદડાથી વછુટેલી બેલા ,હજી યે ,
પ્રેમ ભર્યા ફૂલની સુગંધ વેરે છે !
પ્રેમ બેલાને ડોસી બનાવી શક્યો નથી !
શ્યામ ! હજી યે "બેલા" તને પ્રેમથી પોકારે છે ;
હજી યે પ્રેમ ભરી બેલા તારાં ઉપર ન્યોછાવર છે .!
બેલા\૨૭\૧૧\૨૦૧૪
૭.૧૫ એ.એમ.
No comments:
Post a Comment