હે મારાં શામ !
કાં તું મુજથી રૂઠ્યો ?
ક્યાં જઈ તું સંતાયો ?
નજરો ખોળે,ચરણો દોડે ,
આવો તે શાને રીસાયો ?
જીવડો તડપે ,તનડું ભટકે ,
રૈન -દિનનો ભેદ ભુલાયો !
આંખ્યું ચૂવે ,હૈયું રુવે ,
મણ મણનો માથે ઘા પટકાયો !
શ્યામ ! રીઝવું શી રીતે ?
શાને આમ મુજથી કતરાયો?!
ઉગારો પ્રભુ !,તારો ઘનશ્યામ !
આ દુ:ખ -સિંધુમાં આતમ છે ડૂબ્યો ,
તમસમાં તવ તેજ પસારો ;
આ પ્રાણને પ્રકાશથી આંજો .!
અનિલ-લહેરખી ,વાવડ તણી;
શ્યામ !હાંવા તો મુજને ભેજો !
વ્હાલાં ! વહેલાં દર્શન દીજ્યો,
"બેલા"ણે ઉપકૃત અવ કીજ્યો.!
બેલા \૭\૧\૨૦૧૪
૬.૪૫.એ.એમ.
No comments:
Post a Comment