સમજું બાળકી જાય સાસરે ,
વચન માડીનાં ધ્યાનમાં ધરે.
સાસ-સસુરને માત-પિતા કરે;
વડીલના વચન કાને તું ધરે .
નણદ-દેરને ભાઈ-બેન કરે;
પાલવે પતિ, તું ગાંઠમાં ધરે .
પરઘરે બહુ બેસવું નહી ;
ઘર તણી કથા કહેવી ના ક્યહીં.
સંઘર્ષ પચાવવો,મોટું મન ક્રરી ,
સૂરીલી લયમાં બજાવવી બંસરી .
ઘર સજાવવું ઘણાં ય હેતથી ,
મ્હેકાવવું એને ,"બેલા"નાં ફૂલથી .
બેલા ૪\૧\૨૦૧૪
૬.૧૫.પી.એમ.
No comments:
Post a Comment