નવલાં નોરતાંનાં દિન આવિયા રે ,મા અંબિકા
રુડે ગરબે રમવાને નીસર્યાં રે મા અંબિકા .
માએ ગગનનો ગરબો લીધો રે મા અંબિકા .
માંહી રત્નનો દીવડો કીધો રે મા અંબિકા .
એનાં કિરણોનાં તેજ ટમટમતાં રે મા અંબિકા .
એ તેજે તે પથ અજવાળિયા રે મા અંબિકા .
આ જીવડો એ પથ પર દોડતો રે મા અંબિકા .
તારો તારલિયો પાલવ પુકારતો રે મા અંબિકા .
તારાં વ્હાલ ભર્યાં અંકમાં છુપાયો રે મા અંબિકા .
ગરબો "બેલા"નાં ફૂલથી વધાવ્યો રે મા અંબિકા .
બેલા\૨૪ઓક્ટો.૨૦૧૨\૯.૩૦.એ.એમ.
No comments:
Post a Comment