બારણાં ને દીવાલની ભાઈબંધી
બારી પાડે છીંડું ,
વાડ અને ઝાંપલીની ભાઈબંધી
તોડે તેને છીંડું .
બંધ બારણાની દીવાલો પછવાડે
બની રહી એક ગુફા ,
ગુફા મહીં નાં તપસ્વી રહેતાં
ત્યાં તો બંદી-સંસારી વસતાં!
ઝાંપલી તો વ'એ વાતું કરે
ને બારણાં વા'ને ઠેલે ,
વા' માટે તરસતાં જીવો
શ્વાસ ભરતાં બારી વાટે !
ઉઘાડી વાડ ને ઉઘાડું છીંડું
આભ સાથે એ રમતાં
માનવીએ રચી બારીઓ
જે આકાશને સંઘરતા !
હૃદયની બંધ દીવાલોને
હશે જો ભાવનાની બારી ,
સર્વ-ધર્મનાં ઐક્ય સાથે
સુગંધ ભક્તિની લાવશે તાણી !
બેલા\૯ નવેમ.\૨૦૧૨\૧.૧૦.પી.એમ
No comments:
Post a Comment