મારે તો જનમ જનમ નાં ઉજાગરા રે !
જીભ રટેએક જ નામ ;
ક્યાં છે મારાં શ્યામ સાંવરા રે !?
મારાં દિન તો દુભાયેલાં રે !
રાત રઝળે ,જ્યમ હરાયું ઢોર ;
ચાંદ-સૂરજ ઉગ્યા ને આથમ્યાં રે ;
તારલિયાના દીવા થયાં ઝાંખા રે !
ઓલી ગોપીયું ય તે જોતી'તી વાટ ,
જ્યારે કાં'નો જાતો'તો ચરાવાને ગાય ;
વ્રજની રજે ભર્યો કાનુડો આવતો ,
ને ફેલાતાં કેશ ઘુંઘરાળા રે !
રજ એ રજસ ને કૃષ્ણ-કેશ તે તમસ ,
જાણી ,ગોપી વહાવે જળ ધારા રે !
ધુવે રજસ-તમસને ,ને દિપાવે ;
કાં'નાં ના સત્ નાં ચહેરા રે !
દૂર કરુ રજ,જે છે રજસ
કૃષ્ણ કેશ છે રે તમસ
જરા ઢુંકડા આવો મારા કાં'ન કુંવર ;
મારે નવરાવી ,જોવા છે સતના ચહેરા રે !
ગોપીયું સંગ હું યે રાચું ,
જોઈને એ સતનાં અજવાળા રે !
"બેલા",જનમનાં ગયાં ઉજાગરા ;
તને મળ્યાં રસ-રસિયાના સથવારા રે !
બેલા\૧૫નવેમ્.૨૦૧૨\૩.૧૫.પી.એમ.
No comments:
Post a Comment