લીલુડી આ ધરતી ઊપર
ખીલ્યાં બાગ-ઉપવન
નૃત્યનતા આ નીરની સંગે
મ્હોરી ઉઠ્યા મન
ઊંચા ઊંચા ડુંગર શોભે
નીચે ઊંડી ખીણ
ક્યહીં ક્યહીં તો તરુવર ડોલે
ક્યહીંક્ ઊછળે નીર!
જુઓ જુઓ આ નદી દોડતી
સાગર-મિલનને કાજ
ખીણ જોઈને કૂદી પડી
થઈને એ અધીર મિલનની માળ
ધોં .. ધોં.. ધોં..ધોધ બનીને
રટે મિલન ની માળ
ખળખળ ઝરણું થઈને
ગાતી એનાં ગાન.
શીખો મનવા,દોડો મનવા
રટો હરિ-હર નામ
સરિતા સંગે સાગરની જેમ
પામશો હરિ હેતના ધામ!
"બેલા"
૧૫-૧-૨૦૧૨ ૭.૩૦.એ.એમ.
No comments:
Post a Comment