-----પાંખાળાં, કુદરતનાં દૂતો ,જુઓ , ઉડાઉડ આવ્યા ,
-----મીઠાં મીઠાં કલરવે ,એંધાણ વસંતના આપ્યાં ;
-----હવે જાશે ટાઢ ,આ ઘેલી,હૈયાં બહુ હરખાયા ,
-----જુઓ ,વાસંતી વાયરા આ,કેવાં મદીર લહેરાયાં !
-----વૃક્ષે વૃક્ષે પાન કૂટશે ,ઝોંકા કોંટાના આ ઝુલ્યાં ,
-----ફૂલ ફૂલની કળીઓ ઉભરશે,વાવડ એનાં પામ્યાં ;
-----ફાગણ ફોરશે,એનાં રંગો જુઓ પીસાયાં !
-----હોળી રમવા બાળ ગોપાલ,જુઓ કેવા લલચાયાં !
-----ધીરજ ધર તું ,તું યે ખીલી ઉઠીશ અય "બેલા",
-----મહેકની લહેરી તારી, સમીર સંગે ,માંડશે ફેલાવા ;
-----જાશે ઊંચે આભ-અટારા ,શ્યામ જ્યા છે બેઠાં
-----ખુશ્બૂ પામી તુજ ,સમીર સંગે, જોજે હળવા મલકાયાં ! !
બેલા 23 જાન્યુઆરી 2019
7.45 એ.એમ. યુ.એસ.એ.
No comments:
Post a Comment