અ
-----સખિ !નીરખને ગગનમાં ,અનંત જ્યોતિ-કણો ચમકે !
-----લાગે,જાણે ચમકી ઉઠ્યાં નયન સૂતાં ,ને, વિલસી રહયાં ,અનંત ચૈતન્યે !
-----ગગન રહી અંધકારમાં દ્યે છે, જાણે ,અગત્ય તેજપુંજને !
-----નિર્લેપ છે સ્વયં ,અવ્યક્ત, છતાં ઝગવે છે ;-
-----જ્યમ ઈશ ,સર્વ તેજ આત્મકને !
-----સમીપ સૌની છતાં; અર્પી અનુકૂળતા ,
-----સાર્થક કરે વાણી , "તદ દૂરે તદ અંન્તિકે !
બેલા 25 જાન્યુઆરી 2019
3.40.એ.એમ.
બ
-----અંતરમાં આત્મજ્યોત જાગી,ઉજાસ-વર્તુળમાં હું રમણી !
-----ટમકે ,દ્રષ્ટિ સમક્ષ તેજપુંજ કણી ;
-----અંતરે થઇ ,શ્યામ સંગ રસભીની !
-----કેસરી રંગોળી ઉજ્જવળ ,પુરે,આનંદની રંગોળી ;
-----અને જાણે ફાગણમાં ફોરી ,પેલી "બેલા" રંગભીની ! !
બેલા 27 જાન્યુઆરી 2019
3.10.પી.એમ.
ક
-----ચિદાકાશ ભર્યું તમસના કાજલથી,ચમકી ત્યાં એક જ્યોત કણી !
-----ઉજાસ પથરાયો અંતર મહીં ,ને, ધારે ધારે ઉભરી અન્ય કણી !
-----જ્ઞાન-તારલીના ચમકારે ચમકી ,શ્યામ ગગનની શોભા અનેરી;
-----રચાયું આભામંડળ ત્યાં વળી ,જાણે તેજકણી ગરબે ઘૂમી !
-----રહ્યું સૌંદર્ય ઝબુક ઝબકી, ચિદાકાશે ઓઢી ,ચૂંદડી, ટમકીલી !
-----કાજળ લોપાયું તમસનું ,ને, વહી, સ્વાનંદ કેરી ઉજળી લહેરી !
-----આહા ! ડોલી "બેલા"તેજ પરખી ,લઇ રહી ,રસાસ્વાદ જ્ઞાન-અમિની ! ! !
બેલા 28 જાન્યુઆરી 2019
11.00પી.એમ.
ડ
-----ચિદાકાશમાં તમસ બેઠું,ઘેરો ઘાલી ,
-----ફૂટી ત્યાં ,ઝીણી તેજપુંજ કણી !
-----ધીરે ધીરે એની સંગાથે
-----નીસરી અનંત તેજ પુંજ કણી !
-----હટાવી તમસને ચમકી રહી ,ઝગી રહી ,
-----ચિદાકાશમાં, દીધું ઓજસને ભરી !
-----તમસના પટને ઉજાળી રહી,જ્ઞાન તેજ પુંજ કણી !
-----અંતરમાં આનંદ રહ્યો ઉભરી ,પામીને તેજપુંજ કણી ! ! !
બેલા 28 જાન્યુઆરી 2019
12.00 રાત્રી।
તેજપુંજ કણી એટલે જ્ઞાનથી આવેલી સમજના તેજકણનો પ્રકાશ ,
આ કણીકાઓ ચિદાકાશમાં ધીરે ધીરે વધતી ગઈ અને ચિદાકાશનું અંધારું આ તેજ પુંજ કણીઓએ દૂર કરી
તેને જાણે જ્ઞાનસમજના તેજ તારલાની ચમકથી મઢી દીધું ! ચમકતી ઓઢણી ઓઢાડી દીધી !
હવે શો શોક અને શો હરખ ! બધું જ એની દિવ્યતામાં ને એના તેજમાં ભળી ગયું !
ચિદાકાશ તેજપુંજ કણીઓ સાથે ખીલ ખીલ કરતું રહ્યું !
3.10.એ.એમ.28 જાન્યુઆરી 2019
No comments:
Post a Comment