-----ઓધાજી રે ! તમે કોનાં તે સંદેશ આંહીં લાવીયા ?!
-----વાસુદેવ તો નથી નંદકુમાર, કે નથી એ જશોદાના જાયા ;
-----મથુરામાં માનવી નામ બદલે ને કામના પણ ઓછાયા ? !
-----પણ, વૃંદાવનમાં તો બધે વસે છે ;કાનજી કન્હૈયા લાડલા।.
-----કા'ના ને કહેજો; "ભૂલ્યાં યાદ આવે, આંહી તો સદૈવ મનડામાં વસિયાં ,
-----લ્યો, આ વાંસળી ,સુરે સુરે એનાં અમે તો બહુ દોડિયા ;
-----કહેજો, નિસાસા ના મેલે હવામાં ,ભરજો, આ વાંસળીનાં વીંધમાં ,
-----ઘુંટાઇને ભરશે અંત:કરણ ,ને, દોડી આવશે બાવરી રાધા।
-----રીબાવે જ્યારે એકલતા ,આ વાંસળીને ફૂંકજો ,
-----સુણશો અમને, પાયલોનાં પ્રતિઘોષમાં ;
-----પામશો શાતા,સુર સંગે,સુણશો હાલા,મૈયાના
-----અને સ્વાદશો ગોરસ, મીઠાં વાતાવરણમાં ;
-----વહી જાશે એકલતા, સરી જાશે ચિંતા ,
-----સતાવે છે ,જે,એ મહાલયમાં।
-----સુરનું પૂર તાણી આણશે ,મનથી ;
-----તને,"બેલા"થી મ્હેકતા આ વ્રજમાં ! ! ! "
બેલા 21 ડિસેમ્બર 2018
3.00એ.એમ.
No comments:
Post a Comment