-----સોનાને પીંજારીયે આતમ ,બોલે, રામ રામ
-----રૂપાને હિંડોળે આત્મ ઝૂલે , રામ રામ
-----એક મોટ્ટો ઝોંટો આવશે ,ને થાશે, રામ રામ
-----જુએ વાટ ઝોંટાની ,ક્યારે આવશે, રામ રામ
----- ધીમી શગ બળે ,ને ડોલે, રામ રામ
-----ઘી ખૂટ્યું , ને વાટ તો ચચડે , રામ રામ
-----ચચડાટે ચચડાટે ,કરગે ,વિનવે, રામ રામ
-----જુએ વાટ ,ક્યારે ઝોંટો આવી,બુઝવશે ; રામ રામ
-----ફૂલ સુગંધી પાથર્યાં "બેલા"એ , રામ રામ
-----વાગે ઝીણી ઝાંઝરી ,એને ચિતડે , રામ રામ
-----ખનકે છે ,દૂર ખંજરી, આપેલ ઈશારે , રામ રામ
-----આતુર ઊડવા ,ઝોંટા સંગે, આવે જ્યારે , રામ રામ
બેલા 8 January 2019
8.00 એ.એમ, યુ એસ એ
No comments:
Post a Comment