-----હૃદયથી જોડાયેલું, કદી ના થાય અળગું ,
-----જમાનો છોને પછડાય ,કરવા સૌ એનું બૂરું।
-----અંતરનું જન્તર, કદી ના થાય બેસૂરું ,
-----ભલેને ચીપિયા પછાડે ,જગત આ , બે-નૂરૂ !
-----વ્હાલાં ! તમે છો ને રહેશો સદા ભેરુ ,
-----ડસી શકશે નહીં કદી ,સંશયનાં કોઈ એરૂ !
-----મોરલી ને મોરપિચ્છને ,હું પંપાળ્યા કરું ,
-----તું ય તે નચવે મને,બંધાવી પાયે ઘૂંઘરું !
-----આ તાલ-મેલનો સંબંધ ,કદી તૂટે ના, એ જ તો છે ખરું ,
-----જ્યમ "બેલા"ની ફોરમ અને સમીર,સંગે વહે, એ સત્ય જ છે ખરું ! !
બેલા 17 ડિસેમ્બર 2018
2.40.પી.એમ. યુ.એસ.એ.
No comments:
Post a Comment