-----ઘર ,ઘર આ હવે ના રહ્યું ,એક મંદિર બની ગયું !
-----એ, આત્મા-પરમાત્માના મિલને જુઓ , કેવું ગહેકી રહ્યું ? !
-----પ્રગટી ઉઠ્યાં દીપક અંતરનાં ,તેજ-ધારે હવે વિલસી રહ્યું !
-----સુગંધ વ્હાલાની ,ને ,સંગે "એ"નું હાસ્ય ,ઘરમાં પ્રસરી રહ્યું !
-----હવે ના પંથ કોઈ બાકી ,હવે ના ચાલવાનું શેષ રહ્યું !
-----બસ, નિજાનંદે મોજ મસ્તીમાં ,હવે "તે"ની સંગ ખેલવાનું રહ્યું !
-----અનહદના બોલ સંગે ,હવે તો બસ, રાચવાનું રહ્યું;
-----અને, નામ-રટણના નાદથી હવે સદા ,ઘર ,ગુંજતું રહ્યું !
બેલા 30 નેવેમ્બર 2018
10.30. એ.એમ. યુ,એસ.એ.
No comments:
Post a Comment