-----સૂરજમુખીનું ફૂલ જોઉં છું ,ને ,
-----થાય છે દર્શન , તારું ,મહીં ;
----હવાના હર એક ઝોલા એ ,
----સુણું છું હાસ્ય તારું, મખમલી !
-----સાગરનાં તરંગોની વીણા મહીં ,
-----સુણું છું ,તુજ શંખનાં ધ્વની !
-----નદીના કલકલ નિનાદ મહીં ,
-----સ્પંદુ છું ,તુજ બંસીની સરવાણી !
-----દોડતી વાદળીની ધીરી સરસરાહટ મહીં ,
-----સુણું છું ,તુજ પાયલની મીઠી રણકારી ;
-----સંધ્યાનાં સલુણાં રંગોની હલચલ મહીં ,
-----ઊડે જાણે ,કિનારી ખેસની ,કેસરી કિનખાબી !
-----ચમનમાં છાબ છે ,સુગંધી ફૂલોની ,
-----રંગતમાં ક્યાંક ભળી છે ,ફોરમ "બેલા"ની !
બેલા 19ડિસેમ્બર 2018
11.00 પી.એમ.યુ.એસ.એ.
No comments:
Post a Comment