ઇસ્કોનના મંદિરમાં શરદ પૂનમથી કાર્તિકી પૂનમ સુધી રોજ સાંજે દરેક દર્શનાર્થી
નાના નાના કોડીયામાં દીવો લઈને આરતી કરે છે .એને દીપ-દાન કહે છે. એનું વર્ણન
----મંદિરમાં ઝગે દીપ-દાનનાં આ દિવડાં !
----ને ,મલકે ,શ્રી રાધે-શ્યામનાં મુખડાં !
----દીસે મુને ઝબકતા નભ-તારક શાં !
----સંગે મલકે સૌ દેવો બ્રહ્માંડના !
----દામોદર માસની આ અનેરી શોભા
----પેખે "બેલા"અર્પી સુગંધી ફૂલડાં !
----હ્રદે ઉઠે આનંદ ,ઊર્મિ તરંગ
----વહે હૈયું ,કુદતું સંગ
----ના શબ્દ જડે ,ના થાય વર્ણન
----બસ નયન-વિભોરે કરું દર્શન !
૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭
૮.૨૦ પી.એમ. ભારત
No comments:
Post a Comment