----કન્હૈયા ! નીંદર નથી નેણે ?
----માં યશોદાના હાલાં યાદ આવે છે ,કાં ?
----અને હૈયે ઉપસે છે ,ગોકુળના ચિત્ર !
----ગોપીઓ સાથેની દાણ લીલા !
----ગ્વાલા સાથેનું ભ્રમણ !
----અને, યાદ આવે છે ને ? માનું ઉખળ સાથેનું બંધન !
----આહા ! તમે ય કેટલાં ખુશ હતાં, એ બંધનથી !
----ઉદ્ધાર જો કરવો'તો ય્મ્લાર્જુનનો !
----અરે ! યાદ આવે છે ?માટીનાં ઢેફા સાથે
----માને કરાવેલાં બ્રહ્માંડના દર્શન ? ! !
----માં યશોદા હજી ય ,તમારાં શયન કક્ષમાં
----તમને હૈયામાં ધારીને હાલાં ગાય છે ; કાન્હા !
----હજી યે ગોપીયુંની ફરિયાદ યાદ કરીને
----આનંદે ઉભરાય છે ,માં .
----રાધાને પંપાળી સધીયારે છે ,
----અને તમારું ઐક્ય સંવારે છે .
----કન્હૈયા ! માં ને રાધા ,કદીય
----વછૂટ્યા જ નથી તમથી .
તો
----શાને આ અજંપા ભરી રાત ?
----લઇ લ્યોને ,બથમાં.બેઉનો પ્રેમ.
----અને સુખેથી આનંદોને એમનો સાથ ! !
બેલા ૬ નવેમ્બર ૨૦૧૭
૯.૩૦.પી.એમ. ભારત
No comments:
Post a Comment