----કૃષ્ણ રાજ ! ક્યાં ખોવાયા છો ? !
----બેટ-દ્વારકાનાં સોનાનાં હિંડોળે ,
----રાધાજીની વિખુટ ઘડી વાગોળો છો ? !
લ્યો , રાધાજીના કહેણ સાંભળો :
----"કાના ! તું ને હું ક્યાં વિખુટા પડ્યાં છીએ ? !
----મારામાં તું સમાયો છે ,અને -
----તારા વના તો મારું નામ જ ક્યાં બને છે ? !
----"ર"માં કાનો સમાય ત્યારે બને "રા "
----ને "ધ"માં કાનો જોડાય ત્યારે બને "ધા"
રાધા
----તું બેટમાં હોય કે વ્રજમાં
----તું ને હું તો જોડાયેલા જ છીએ .
----કાના ! ધોખો કરીશ મા.
----તારી હારે મારું હૈયું હિજરાય છે .
----લે,આ "બેલા"ની ફોરમ વહી , તારાં ભણી ,
----જે , ફેલાવશે :શાતા ,સંતપ્ત કાળમહીં "
અને
----કૃષ્ણ રાજ દોડ્યાં ,મુખ વ્રજ ભણી ફેરવી ,
અટારીમાં
----હવે , આહ્લલાદ ! આહ્લલાદ ! ! આહ્લલાદ ! ! !
૬ નવેમ્બર ૨૦૧૭
૩.૧૦ એ.એમ .ભારત
No comments:
Post a Comment