Pages

વિશ્વ રૂપ દર્શન



                     






અર્જુન ઉવાચઃ 
"જાણ્યું ,સૂણ્યું  ,ઘણું ય -----------------------તારા વિષે 
તેં ,સ્વયં પણ જણાવ્યું ઘણું ય --------------તારા વિષે 
,વસ્યો છે તું , કણ  કણ મહીં 
તું જ આદિત્યો,તું જ રુદ્રો,વસુઓ 
તું જ ત્રણે લોક,તું જ હવા તું જ પાણી 
તું જ કરતા તું જ ભર્તા 
તું જ છે વિનાશક ,-જાણ્યું ------------------તારા વિષે 

સમજ્યો ,છતાં ય છે ,અંતરની ઝંખના ,
વિશ્વ રુપના  દર્શનની પ્યાસ છે -----------તારા વિષે 
દર્શાવ  તારું અલૌકિક ,અનંત રૂપ 
અને,તારાં  સર્વ સત્ય વિષે 
બતાવ તારું વિરાટ રૂપ ,અને પ્રગટાવ 
મમ જ્ઞાન-દીપ --------------------------------તારા વિષે "

કૃષ્ણે  અર્પી દિવ્ય દ્રષ્ટિ ,કહ્યું 
"આના વિના ના શક્ય છે દર્શન ---------- મારા વિષે "

નભમાં છાંયો ઉજાસ ,હજારો સૂર્ય તણો 
અને ઉપસ્યું વિરાટ રૂપ ,એના મધ્ય  વિષે 
અગણિત મુખ ,હસ્ત,દીઠાં ,કરતાં  કાર્ય અનેક ,
અને દીઠાં ,આદિત્યો,રુદ્રો વસુઓ યક્ષ ગણાદિક ,
સાગર,પર્વત,પશુ પંખી ,જાણ્યું, જીવ -ઘટમાળ વિષે 
સર્વ સગાં  ભાળ્યાં, હોમાતાં ,વિરાટ અગ્નિ-મુખ વિષે 

પડળ  હટયાં ,નજરોનાં  ,અંધકાર વિષે 
નમ્યો ચરણે  ,પ્રભુનાં ,
"પ્રભુ, આશ્ચર્ય તથા ભય પામ્યો છું ,
આપના  આ રૂપ વિષે 
ગર્વ ગળ્યો  ,બાણાવળીનો ,મારા વિષે 
બસ, હવે ચતુર્ભુજ ની ઝલક દ્યો ,આશિષ રૂપે 
અને વહાવો સૌમ્ય ધારા આપની મારા વિષે "

ઝૂમી રહી "બેલા",જાણી, સમજી ,વિશ્વ્ વિરાટ રૂપ વિષે 
ધન્ય થઇ , કિન્તુ જણાવે આટલું ,કે,
એતો મોહિત છે , સંતુષ્ટ છે ,દ્વિભુજ 
મોર મુકુટ ધારી ,ત્રિભંગી ,
એના સખા ,શામળા વિષે 
                               બેલા 9\એપ્રિલ\2017
                                     11.00 એ.એમ. યુ,એસ એ.

No comments:

Post a Comment