------હૃદયનાં ગોરંભે તુજને કદીયે સત્ય નહી લાધે ,
------હૃદયને નિર્મળ કરીને જો ,ઊભો છે તું ,ઈશ પાસે .
હૃદય અને સંબંધ હમેશાં પારદર્શક રાખો .કદી ય તિરાડ પડશે નહી .મનની ,સારી-બુરી ,ખોટી-સાચી બધી જ લાગણીઓને
સંબધી સમક્ષ ખુલ્લી મૂકી દો .જુઓ, જીવનમાંથી દુઃખ શબ્દ જ વિદાય લઇ લેશે .સંબંધના સમજણની બારી ઉઘાડી રાખશો
તો ,આનંદની શુદ્ધ હવાનો પ્રવેશ થશે ;નહી તો ગૂંગળામણ .!હૃદયની લાગણીઓને કલકલ કરતાં ઝરણની જેમ વહેવા દો .માર્ગમાં સહુને વ્હાલપનાં શીતલ જળની લાહણી કરતાં રહો .આનંદ વહેંચો,દુવા મેળવો .ખડક સાથે અથડાઈને ફીણ ક્યારેક થાય ;
કિન્તુ તરત ખળખળાટ વહેવા માંડો .માટે જ "બેલા" હમેશાં ડોલતી અને મ્હેકતી રહે છે ,પાનખરનું દુઃખ મુળીયા સુધી પહોંચાડતી નથી અને ઝાકળને ઝીલી મોટી સમી મુસ્કાન દેતાં થાકતી,હારતી નથી .
બેલા \૧૨\જાન્યુ.૨૦૧૭
૧૦.૧૫.એ.એમ. યુ.એસ.એ .
No comments:
Post a Comment