ક્યાં ખોવાઈ ગયો છે ,મને આ માયાજાળમાં ફસાવીને ?
તારી આ માયાજાળ જ તો મને ,
તારાથી દૂર કરી રહી છે ,
તારું સામિપ્ય ગયું ક્યાં ખોવાઈ ?
યાદમાં ફક્ત આ આંકડા ! અને
ભૌતિક ગતિ વિધિઓનો સાગર !
રહેશે અંતે મને ડુબાડીને .
હવાતિયાં સપાટી પર આવવાનાં
તારો હાથ પામવાનાં વરશે સફળતાને ?
અને , "બેલા" અર્પી શકશે ફોરમ તને ?
૧૮\૫\૨૦૧૬
૮.૪૫ એ . એમ .
No comments:
Post a Comment