પેલ્લા વરસાદનો છાંટો મુને લાગ્યો ,
ને ,વા'લા !તારી યાદનો સણકો -
મારાં ચિત્તડામાં ઊઠ્યો !
જોને વા'લા ! આ તરુવર ડોલ્યાં !
એણે લીલાં ઓઢણ ઓઢ્યા !
પુલકિત પુલકિત ,ડાળ-પાન,જોને ,મલક્યાં !
અને ,ગગડાટે ,વીજ-ઝબકારને તાલ પૂર્યાં !
ગગને ગોરંભો ,વા'લા ! જામ્યો ,તારા રંગનો !
વાયુના સુસવાટે ,વા'લા !
તારી બંસરીનો નાદ મેં સૂણ્યો !
વર્ષાની ઝાંઝરીનો લીધો ,સથવારો ;
ને,"બેલા"ય નાચી ઊઠી
કરી ફોરમનો ફેલાવો ! !
બેલા\૭\૬\૨૦૧૫
૮.૪૫ પી.એમ.
No comments:
Post a Comment