Pages

અવિનાશનો વિનાશ


વિક્ષ્પ્ત માનવ 
"સાંભળ્યું છે ,કાન્હા ! કે ,
તારી ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી !
તો ,તને આવી ક્રૂર ઈચ્છા કેમ થઇ ?
તું તો દયાનો સાગર ,મનમોહન કહેવાય છે ,
છતાં ;
તારાં દિલમાં આવી ભયાનક ઈચ્છા ?! ! 

ભુ-કંપથી કેટલું બધું થયું ? !
ઘર તૂટ્યાં ,રસ્તા ફાટ્યાં ,ડુંગર તૂટ્યાં !
કેટલાંય માનવ યમ-સદન ગયાં !
એ તો જાણે ચાલો ,આ જન્મમાંથી છૂટ્યાં ;
પણ,જે ખંડિત થઇ જીવી રહ્યાં છે ,
રીબાઈ રહ્યાં છે,તેમનું શું ?
આટલાં બધાંના કર્મ-ફલ એક સરખાં જ ? ! ! 
અને બધાંએ જ સાથે જ ભોગવવાનું ? ! ! 
નવાઈ લાગે છે ! ; દર થોડા વર્ષે 
તને આ પાશવી ઈચ્છા કેમ ઉદ્ ભવે છે ? ! ! "
ભગવાન 
"વત્સ, તારે જવાબ જોઈએ છે ને ?
તો , સાંભળ .
આ દુનિયા મે બનાવી ,
માનવ,નદી,પહાડ,પશુ-પંખી,બધું જ .
માનવને મે બુદ્ધિ આપી,સૌથી ઊંચું પદ આપ્યું .
માનવે શું કર્યું ?મારી સૃષ્ટિ સાથે;-
ચેડાં ! ! ! 
પહાડો કોતરી ખોખલાં બનાવ્યાં,-
ઉછળતી ,કુદતી, વ્હેતી નદીઓને 
બંધ બાંધી, બાંધી દીધી .
દરિયાનાં પેટાળમાં અણુ-પ્રયોગો  કર્યાં !
ગ્રહો અને ઉપગ્રહો મોકલી આકાશને અભડાવ્યું ! ! 
ધરતી ઘાથી ઘાયલ થઇ ,
આકાશ રૂંધાયું ,દરિયો ડોલ્યો ,
હું શું કરું ? ભોગવો .


એક પાપી દુર્યોધન,એક પાપી રાવણ .
આ બે દુર્જનના કારણે ;
કુરુક્ષેત્ર માં કેટલાં નિર્દોષ હણાયાં ? !
કેટલાં ઘાયલ, અપંગ થયાં ? !
લંકા-દહન થયું કેટલાં બળી ગયાં ? ! 
એ યુદ્ધોમાં કેટલાં સૈનિક મૃત્યુ પામ્યાં ? !

આજે વૈજ્ઞાનિક શોધ,
માનવનો સ્વાર્થ,સત્તાની ભુખ,
બધા એ જ આ વિનાશ સર્જ્યો છે .
વત્સ .,મને દોષ ન દે .
હાથનાં કર્યાં નિર્દોષનો ભોગ લે છે .

હા,ધરતીના પેટાળમાં અને ,
આકાશના વાયુમાં ,થતાં  ફેરફાર કારણ ભૂત છે ;
જરૂર માનું છું,
પરંતુ 
એને હલબલાવવા જવાબદાર કોણ ?
હું શું કરું ?ભોગવો ."

સંવાદ સુણી ,"બેલા" ન હાલી ,ન .ડોલી ,
ઊભી સ્તબ્ધ બની .!
ઊભી સ્તબ્ધ બની !

બેલા\૪\૬\૨૦૧૫\
૯.૧૫.એ.એમ.

No comments:

Post a Comment