Pages

કાં'નાનું છલ




તેં મને માયામાં લપેટી 'લ્યા શામળા !
તેં મને માયામાં લપેટી રે ;
કાચુ પોચું તે આ કાળજું છે મારું ,
એને ઝંઝોર્યું માયાની વેલથી રે ----તેં મને ......

નટખટ તું  નાનડો ,નજીક ના ઢુંકવા  દે ,
રખે કોઈ ખોલે તારી ઝાંપલી રે ;
હ્રદયે જો પેઠું ને દિલમાં સમાયું ,
તારે એની તે કરવી રખેવાળી રે .!-----તેં મને .....

               માટે 

કાં'ના તુરત તું લોભાવે જીવને ,
સંસારના તાણે વાણે વણી રે ;
ભક્તિ ને રટણથી દૂર કરીને ,
હ્રદયનાં મળેલાં તાર તોડી રે !.---તેં મને .....

             પણ 

"બેલા" છે અડિયલ ,જાણજે 'લ્યા શામળા !
રહેશે એ તારું લોક મહેકાવી રે ;
કલેજે ચોંટશે તારે ,એ એક દિ',
મુશ્કેલ પડશે કરવી અળગી રે .!-તેં મને ....

માયાના વંટોળથી ડોલે ભલે ડાળખી ,
મૂળ તો છે સાબદાં ,ઊંડા ઊતરી રે ;
તારાં કામણથી ઝૂલે ભલે વલ્લરી ,
તૂટશે ના તાર તારો ,લેજે સમજી રે .!

તેં ભલે માયામાં લપેટી 'લ્યા શામળા ! 
તેં ભલે માયામાં લપેટી રે .! ! 
                     બેલા-૧૧\૧૦\૨૦૧૪ 
                        ૫.૩૦. એ.એમ.

No comments:

Post a Comment