લો , આવી ગયો ,વેલેન્ટાઇન ડે ! !
કરો વ્હાલાને વ્હાલ, હેત વરસાવો ,
અને કહો ,"મને સ્વીકારીશ ?"
પશ્ચિમમાં આ માટે વરસમાં
એક દિવસ ઠર્યો .
અને
આપણા ભારતમાં તો ;
કેટકેટલાં વેલેન્ટાઈન ડેઝ ?!
તરણેતરનો મેળો ,દીવાળીનો મેળો
હોળી ,ધુળેટી ,પાટોત્સવ ,નવરાત્રી ,
આ બધાય વ્હાલના જ ડેઝ ને ?
ફજેત ફાળકામાં હાથ પકડીને બેઠેલું યૌવન ,;
પાવા વગાડતાં જુવાનિયાઓ ;
રાસડા લેતું જોબનિયું ;
આ સમયમાં જ લળી લળીને ;
એક બીજાને કહેતા'તા ને ?
આંખોથી
" મને સ્વીકારીશ ?"
જીવન-મરણ ના કોલ !
વિસરાયું ,એ ભાવ જગત ,!
અને આજે : જુવાનો રંગાયાં ;
ગુલાબી રંગમાં .
હાથમાં લાલ ,ગુલાબી ગુલાબ !
અને હોઠે નકલી સ્મિત !
સ્વીકાર અસ્વીકારના અસ્થિર વચનો !
મેળામાં ગુફ્તેગોથી આપેલાં-લીધેલાં
વચનોની કિંમત ક્યાં ? અને ,
આ રેશમિયા સરી જતાં વચનોની કિંમત ક્યાં ?
છતાં યે
કેટલો ઉત્પાત ! કેટલો ઉહાપોહ !
વેસ્ટર્ન મુઝીકનો કેટલો ઘોંઘાટ !
કેટલાં વચનો નભે છે ?
આ દંભી
વેલેન્ટાઇન ડેના ?!??
બેલા -૯\૩\૨૦૧૪
૯.૦૦.એ.એમ
No comments:
Post a Comment