Pages

મૃત્યુનો અનુભવ ?




   એનેસ્થેસિયાથી ખોટો પડેલો આ પગ !!
   આ મૃત પગ જોઈને વિચારું છું :

   કહે છે , માનવી મૃત્યુનો અનુભવ કહેવા 
         પાછો આવતો નથી ,પરંતુ ,
   હું અનુભવું છું,મૃત્યુ પામેલા આ પગને !
                  વિચારું છું :
   જ્યારે આત્મા દેહ છોડીને વહી જાય ,
   ત્યારે ,શરીર પણ આ જ રીતે ખોટું પડીને  રહેતું હશેને ?
   આ પગને ,ન મારની ખબર પડે છે ,
   ન કાપની ,ન ટાંકાની .
         મૃત દેહને પણ સંસારની 
  કોઈ જ જંજાળ અસર નહી  કરતી હોય .
  સર્વ સુખ:દુઃખથી પર થઇ 
  એનાં ઉપર થતી વિધિઓ ,અનુભવતો હશે !

  આ ઠંડાગાર ઓપરેશન થીએટરમાં ,
હવામાં તરતાં હોવાનો જે અનુભવ થાય છે ,
  તે જ રીતે ,આત્મા હવામાં તરતો થઇ જતો હશે .!;
  ને ઈશ્વરીય તત્વોની સુગંધ ભરતો હશે .!
  નીલા આસમાનમાં હલકો ફૂલ થઇ 
   અહીં થી તહીં ઉડાઉડ કરતો હશે .;
              આનંદમય ! ! ! 
                            બેલા -૧૨\૯\૨૦૧૪ 
                                 ૬.૪૫.એ.એમ.

No comments:

Post a Comment