જીવનમાં કંઈ કેટલાંય આઘાત સહેતી આવી છું .
છતાંય ,ગમ ભુલાવી સદાય હસતી આવી છું .
આવશો તમે ક્યારેક,એ આશાએ મનને મનાવતી આવી છું ;
તમે છો ;જેણે નજરે ય ના ઠેરવી છે ,
છતાંય હૃદયમાં આશની છાબ ભરતી આવી છું .
શ્યામ સલોણા !આંખ્યુની અટારીએથી
તમ મિલનનાં શમણાં સજાવતી આવી છું ;
તમારી નફરત :જો હોય તો :
એ ય ખમવા હામ ભીડતી આવી છું .
અને તમારી શોહરતની પાંદડીઓને ,
બેઉ હાથે લુટાવતી આવી છું ;
આ બેબસ "બેલા" કદિ ય
તૂટશે નહીં,ઝુકશે નહીં ;
તમે ય જાણો છો .
યુગોથી તમને પુકારતી આવી છું .
બેલા \૭ ઓક્ટોબર ૨૦૧૨ \૧૨.૦૦ રાત
No comments:
Post a Comment