૨૦૦૯મા લખેલી એક પ્રાર્થના
હે કૃષ્ણ,આ જીવ એટલું જ ઈચ્છે છે કે મન ની એક એક વૃત્તિ ,એક એક સંકલ્પ આપનાંચરણ કમલોનો જ આશ્રય કરીને રહે. આપની સેવા કરવા માટે ઉઠે અને તેમાં જ લાગી રહે. વાણી નિરંતર અપના નામોનું ઉચારણ કરતી રહે અને શરીર આપનેપ્રણામ કરવામાં ,આપની આજ્ઞા નું પાલન કરવામાં અને આપની સેવામાં લાગી રહે. મોક્ષની બિલકુલ એષણા નથી. આપ ભગવાનની મરજી થી અને આ જીવનના કર્મો અનુસાર જે કોઈ યોનીમાં આ જીવનો જન્મ થાય, તે તે જન્મમાં જીવ શુભ આચરણ કરે, દાન કરે અને તેનું ફળ એ જ મળે કે આપનામાં આ જીવની પ્રીતિ ઉત્તરોઉત્તર વધતી જ રહે.
No comments:
Post a Comment