Pages

જીર્ણ પર્ણ

તસ્વીર-અનિલ શુક્લ 


દીઠું મેં એક જીર્ણ પર્ણ
અને સુઝ્યું મને દેખી અને એના વ્રણ

આ જીર્ણ થયેલું પાંદડું
માનવ -જીવન સમ લાગતું

કુપળ ફૂટે -ગુલાબી ;હસતું લાગે પાંદડું
બાળક સમ ગુલાબી હસતું રમતું લાડલું

જુવાનીના મધ્ય કાલે લીલી લીલી જીંદગી
વ્રુક્ષ ફૂલેફાલે એની   લીલી ઘટા ટોપ પલ્લરી

પલ્લવ ની  પણ હાલત બુરી રીતે ખવાયેલી
જરાવસ્થા ,જીર્નાશીરના કાયા કોરાયેલી

અંતે ધરા પર પડી માટીમાં મળવાની 

બંનેની કેવી આ સાયુજ્ય જેવી જિંદગાની!


                             26th  ઓગસ્ટ ૨૦૧૧


                                 બેલા

1 comment:

  1. આનંદ થયો
    કવિતા ના પ્રાંગણ પર અને
    ઈન્ટરનેટ ફરીથી તમારા કદમ જોઇને ......
    અનિલ

    ReplyDelete