બુદ્ધિના બારણાં ઉઘાડો
અને
મન ની બારીઓ ખોલો ;
કૃષ્ણ -કૃપાની લ્હેર તમને લહેરા વશે.
માયાના આવરણ હટાવો
આંખોના પડદા (પડળ) ઉઠાવો;
અને
જ્ઞાન-દીપના તેજ વધાવો
.
.
ઈશ તો ઉભાજ છે,
આશિષની મુદ્રામાં.
નામો સ્વ અર્પણથી
અને
પામશો, પરમ પવિત્ર શાતા
.
.
ફૂલો ખીલી ઉઠશે
દિલના બાગમાં
અને
બેલા મહેકી ઉઠશે
મધુવનમાં .
બેલા
૧૮\સેપ્ટ .૨૦૧૧
૧૮\સેપ્ટ .૨૦૧૧
૧૦.૪૫ સવારે
No comments:
Post a Comment