જીવડો હાલ્યો રે , દર્શન લેવા રે .
હાડ-ચામની પૂતળી રે લીધી ,
સંસારની સૌ વ્યાધી ય લીધી ;
જપ માળા ,ધૂપ-બત્તી ય લીધી ,
હાલ્યો ફૂલથી વધાવા રે .
મંદિર દ્વારે ઘંટ વગાડ્યો ,
ગર્ભ -ઘરમાં દીપ સજાવ્યો ;
સાથે મંત્ર શબ્દ ઉચ્ચાર્યો ,
પ્રભુનાં ગુણ-ગાન ગાવા રે .
સમરથ જીવડા ,! સમજછ કે તું ?
ઘંટનાદ શું કહે છે તુજને ?
છોડ સંસારની વ્યાધી ,ને
ઘંટ ટકોરે ખોલ અંતરની બારી .
અંધારા ગર્ભ ગૃહમાં આવી,
પ્રગટાવ શગ ,જ્ઞાન-દીપની માંહ્યલી !
સહારો લઇ મંત્ર-ધ્વનીનો ;
દીપ-શિખા જ્યમ ઊંચે જા તું .
ફૂલની ફોરમ હૈયું હુલાવે ,
ધૂમ્રસેર મનને લલચાવે ,
ઉજાળ જીવન ઉર્ધ્વ-ગતિથી ,
મંદિર-દર્શન ક્રિયા, એ શીખવાડે.!
જીવડા ! દર્શન લીધાં કેવાં રે ?!
પ્યાસ બુઝાવી ,હૈયાં ઠાર્યા રે .!
બેલા -૨૫\૧\૨૦૧૪
૨.૪૫.પી.એમ.
No comments:
Post a Comment