ટ્રીન ટ્રીન ટ્રીન ,ફોન રણક્યો , ને રીસીવર કાને ધરાણું ,
સામેથી આવ્યો ટહુકો , " હલો , કેમ છો ? " પૂછાણું .
"ઘણા દિ ' થ્યાં , કાં નવ કોઈ બા'રે ડોકાણુ ?
થ્યું , હાલને પૂછું , હાજા-નરવાનું ઠેકાણું ."
અને લો , વાતો થઇ શરૂ . થોડી ઘર-ગૃહસ્થીની ,
થોડી વીટમ્બણાઓની ,વળી થોડી વ્યાવહારિક સંતાપોની .
"આ અમારે તો તૈણ ચાર જણા વયાં ગ્યાં ,આ મહામારીમાં !
હું કરવું ?બોલો . ઈશ્વરેચ્છા બલિયસી ," થઇ વાતો ,
પરબ્રહ્મના અકળ વલણની .સુરક્ષા અને સ્વરક્ષાના .સભાનતાની .
થયાં વાતોના વડા ને ફોનની લાઈન કપાણી ; ચિત્તને ચકરાવે ચડાવી .
વિલ્સયુ, વિચારી વાત મિત્રતાની ,-ભાગ્યશાળી જીવ પામે , ની:સ્વાર્થ, પ્રેમભાવી ,સુહૃદ મિત્રતાની લાહણી .
રહે , સુખ દુ:ખમાં સધિયારા ને સહિયારા બની ,
તરસે કાન સુણવા , "હલો , કેમ છો ? " ની સુમધુર વાણી .
ક્યારેક હું પણ નીકળું હાલી , એ ,"હલો, કેમ છો"ની લઇ રસ વાણી .
આ બે શબ્દ, કેવાં દે , હૃદયોર્મિ છલકાવી ?
વહી આવે આનંદની સરવાણી .
ધરપત દે હૈયે , કો'કે છે , જેને મારું શકું હું માની ,
અને ઈચ્છા થાય , તેને ભેટમાં "બેલા"ની ગુલછડી આપવાની .
તો , આ વાત છે , "હલો, કેમ છો "જેવા શબ્દના જાદુની .
ઉઠાવે વલયચકરી હૃદયમાં , લાગણીઓનાં તરંગોની , અને લહેરાય હવા અનોખા સંગમના સુગંધની !
ક્યારેક થાય છે , ચાલને , શામળાને ય પૂછી લઉં ;"હલો, કેમ છો ?,
સુણતાં કાં નથી , જાપ-રટણાના ધ્વનિ ?
લ્યોને , ફુરસદ, આ લોકના અવલોકનની !
સાંભળ્યું હરિ ? હલો, કેમ છો ? ક્યાં છો ? રમતાં શેં સંતાકૂકડી ?"
8\6\2021
11.45.એ.એમ.
No comments:
Post a Comment