Pages

જીવન રથ



-----ચાર અશ્વથી દોડે રથ ,ચારે અશ્વની ચાલ અલગ ;
-----રથી છે, લગામ પણ છે ,રોકે , અશ્વ કરતાં  થનગન ! 

-----પહેલો અશ્વ છે ,માનસિક બળ ,રહે કાબુ, ઈચ્છા-મનીષા પર;
-----લગામ ઢીલી પડી તો,નાચે  અશ્વ ચારે પગ ! 
-----બીજો અશ્વ છે , બુદ્ધિ-વિવેક,ભેદે જે, જૂઠ  ને સત્ય ,
-----વિવેક ખૂટયે તમસ ઘેરાય, દોડતા અટકે, અશ્વ ને રથ.

-----ત્રીજે બાંધ્યા ડાબલા , પેખે રાહ સીધો ને સટ ;
-----જે નાથે, ભોગોને,અને રાખે દૂર લોભ ને લાલચ !
-----ચોથો શીખવે પરોપકાર ,સહકાર, રાખે એ , દૂર સ્વાર્થ ;
-----ચારે એ દોડવું એક ગતિએ ,ને ચાલવી એક સરખી ચાલ;

-----લગામ રથની ગુંથી , સાથે દોરીથી ત્રણ ,
-----ક્ષમા, કૃપા ને સમતા ,જોડે અશ્વ -કાબુના લક્ષણ। 
-----સમજે તેને સમજાવે , આ, ગીતા રથનો અર્થ ગહન ;
-----સારથી જેનો શામળો ,દોડે રથ એનો નિર્વિઘ્ન। ! !
                                                        બેલા 23 માર્ચ 2019 
                                                               11.45.પી.એમ. 

No comments:

Post a Comment