----- --- હે મા સરસ્વતી !
-----તુજ ચરણને આરાધું, ને મનીષા, તુજ આશિષ પામું ,
-----તુજ પંચ તત્વમાંથી જે સમજી, તે જણાવું ,કહેજે ,સાચું કે ખોટું !
-----તુજ આસન છે ;કમલ-પુષ્પ ; પંકમાં છે જે જન્મ્યું ;
-----શીખવે છે મુજને , રહી જગ ભૌતિકમાં , છતાં નિર્લેપ રહેવું।
-----તુજ વાહન રાજ હંસનું , ચયન કરે છે મૌક્તિકનું !
-----વળી કરે છે ભેદ, નીર-ક્ષીરનાં , વિવેક તત્વ છે શીખવ્યું !
-----પુસ્તક તમે ગ્રહ્યું હસ્તમાં,જ્ઞાન ઉચ્ચતમ દીધું;
-----જીવનમાં હર ક્ષણ, હરએકથી ,હમેશ શીખતાં રહેવું।
-----દૂજે હસ્તે માળ કહે છે ;આરાધન તારું કરવું ;
-----દરેક મણકે ત્યજી ગર્વ ,ને નમ્રતા ધરી જીવવું।
-----વીણા વગાડી સુર સાધવો , સત્ય છે તવ તત્વનું ;
-----રહો સૌ સંગ તાલમેલથી ,સંદેશ ગીત વહાવ્યું।!
-----તુજ આશીષમય હસ્તને નમી ,તમ આશીષ હું માગું;
-----'બેલા"ના પુષ્પો ચરણે ધરી, હું અંતરથી વધાવું। !!
બેલા 22 માર્ચ 2019
3.15. પી.એમ.
No comments:
Post a Comment