ઘનઘોર ઘેરાયેલું ગગન ગગન !
લીલી ઓઢણી ઓઢી હરખાતી ધરતી !
એનું મિલન કરાવે ;વરસતી વારિ ધારા .!
જુઓ ,જુઓ , ચાતક નાચે ,અમી-બિંદુના પાન થકી હરખી ;:
મોર ગહેકે ,પપીહા કૂજે ,વીજળી આ નૃત્યન્તી !
હરખાવે સૌને આ અમી વારિધારા !
અરે !! આ શું ?ચમકી વીજળી ને
અંજાયું આકાશ !
ધરતી ચિરાઈ તેજથી
અને થઇ સાંબેલા ધાર !!
પુર ઉમટયા ,નદી -પર્વતે ,
ભેખડ -ગામ તણાયા !
સુદર સુંદર મનમોહક
આલ્હાદક ---બની વિનાશક :!
અરે ,! આ વારિ ધારા .!!!
બેલા \24\9\2013.
No comments:
Post a Comment