દ્વારિકાધીશ બેઠા છે,મહેલના ઝરુખે .
દૂર દૂર સૂની નજરો ઢુંઢે છે ;:
બચપણની સુવર્ણ ઘડીઓ .
એ વૃંદાવન !એ કુંજગલી !
એ જમના અને એ ,
ગોપીઓ સાથેની અટખેલી !
કહે છે બધાં ય સુનાપનમાં -
--યંત્રવત જીવે છે .
સહુથી વધુ સ્તબ્ધ જીવન છે ;
રાધાનું .!
પરંતુ :
મારી વ્યથા કોઈ જાણે છે ?
મારો પ્રેમ ,મારો આનંદ ;
મારો રાધા સાથેનો સ્નેહ ;
શી રીતે એ બધું ત્યજ્યું મેં ?
મારી પ્રિય વાંસળી ય
આપી દીધી રાધાને ,
એ આશાએ કે એની ફૂંકથી
મારા શ્વાસમાં રાધાનો શ્વાસ ભળી જશે .!
વર્ષોનાં વ્હાણાં વાયાં ,
કર્મ -ધર્મને સમર્પિત ,એવો હું ,
મનની પીડા છુપાવીને જીવ્યો હું .
હવે સમય આવી ગયો છે ,રાધાને મળવાનો ;
આ પીડા શમાવવાનો .
"મહારાજ ! સભાનો સમય થઇ ગયો છે ""
કહેણ આવ્યું;
અને કૃષ્ણ કન્હૈયામાથી ફરી
દ્વારિકાધીશ બની ગયા .!!!
બેલા
૩-ઓક્ટોબર, ૨૦૧૩
No comments:
Post a Comment