Pages

મૂંઝાતાં વૃક્ષો

  


મેપલ, ડોગવુડ , ઑક 
મેપલ પૂછે , ડોગવુડને ," અલ્યા . તું તો ઝુલાવે રંગીન પર્ણને ! 
 આવકારે , પાનખર ઋતુને ;
હું ક્યમ હજી ય લીલું ? રહું છું તો તારી જ  કને ! ! " 
ડોગવડ આશ્ચર્યથી પૂછે ઑકને , 
" ભાઈ , તું તો મલકી રહ્યો , પર્ણો ખેરવીને ! 
નવાઈ ! આપણ પોષીએ એક જ ઋતુને ;
છતાં કાં જીવીયે, એકમેકથી અલગ પડીને ?! "

ઑક બોલ્યું, " દાટ  વાળ્યો , માનવ જાતિએ ,
વૃક્ષો કાપ્યાં , ઉડાડ્યાં - રોકેટ, સ્પેસ શટલ, મિસાઇલો ,
વાદળ ચીર્યા , ઝગડ્યાં  બૉમ્બ વર્ષ કરીને ,
બંધુ, દુનિયામાં વધી ગરમી, બગાડી ઋતુઓને .
એક દિન ઠંડી , એક દિન ગરમી , ને ,
વળી ક્યારેક મલકે, વચ્ચે વરસાદ વરસાવીને ! 
બિચારાં આપણે ! , મૂંઝાઈએ  ન સમજીને ;
ખીલવું? , ઝુલવું ?કે  ઠૂંઠવુ પર્ણ ખેરવીને ?! ! ! 
હું ,તું ,મેપલ, ફૂલછોડ, અન્ય વૃક્ષોને ;
અકળાવી, મૂરઝાવી ,માનવ ન છોડે ધૃષ્ટતાને ! 
      આ "બેલા" ય જો ને , કેવી સ્તંભિત અકળાઈને ? ! ! 
                                          3/11/2024 
                                               2.00 પી એમ 

नूतन वर्ष

  


नूतन वर्ष की सब अभिलाषाएँ ,
पाये , सुखी शांत और स्वस्थ कलाएं ;
प्रदान ऐसा, सुभाग्य आपको ईश  करें ,
खुशहाल जीवन हँस हँस कर  बितायें | 
नूतन वर्ष पर कहि;ल उठे बहारें ,
और , जीवनमें "बेला"सी खुश्बू  फैलाये | 

वीरबाला"बेला"की और से नूतन वर्ष की शुभ कामना |             
                                                 ३०/ ११/२०२४ 
                                                      १०.१५ ए  एम् 

બેલાના જન્મદિન નિમિત્તે

  


87 વર્ષથી "બેલા" રહી છે મહેકી,
88માં ય શામળો રાખશે મહેકતી ! 

સંસારવાડીમાં આ મોરલો થાક્યો નાચી નાચી;
અગણિત પીંછામાંથી 87 તો પડયાં ખરી ! 
88મુ ,બેઠું છે , ઉરે એક આશ ધરી ;
મેઘશ્યામ વરસશે કદીક કૃપા કરી ! 
ને શ્યામ! તમે રહયાં છો મલકી ? 
 કર્મ બંધનોની 87 ગાંઠ નાખી ખોલી,
 હસ્તે મુખે બાકીની ય  નાખશે ખોલી .
                               23/9/2024 
                                     4.30.એ એમ 

બીજ

   


સંસારની વાડીમાં એક "બેલા"નું બીજ રોપાયું ,
અંકુર ફૂટયાં ને તરણોમાં લહેરાયું ;
કર્મના સુગંધી ફૂલોથી ઝૂલ્યુ ,
એક એક વર્ષે, એક એક ફૂલ સુકાયું ! 
શ્યામ ! આમ 87મુ ફૂલ પણ સુકાયું ! 
 હવે 88મુ ફૂલ છે લટકી રહ્યું ;
પણ શામળા ! એ વિનવે તને , રાખજે મ્હેકભર્યું . 
                                       22/9/2024 
                                            6.00 એ એમ 

નિંદામણ

  


હે જીવ ! તારા જીવનનું ખેતર સંભાળ, 
જોજે ,તેમાં ખડ ઉગી જાય ના ક્યાંય ! 
નિંદી નાખ , ઈર્ષા, મદ , લોભ , બધાય કષાય ;
ખેતરના પાકને લીલોછમ લહેરાવ .
શિવને તો શુદ્ધ પાક ધરાય ! 
લીલું ખેતર તારું ય ધરાવ-
શીવ  હૃદે , ને જો ,પછી તે હરખાય ! 
ને ,"બેલા"ની જેમ તે ફોરાય ! 
                             17/9/2024 
                                 11.35 એ એમ .

શ્રદ્ધાંજલિ ( રમેશભાઈ જોશી )

  


હે પ્રિય સખે , ચલ દિયે હો જિસ પથ પે ,
ઉજલા  હી ઉજલા હો , ઉસ અન જાન પથ પે ;
પહુંચો  શિવધામ આરામ સે ,ઉસ પથ સે ,
હો જાઓ પરમાનંદસ્થિત, ઔર 
પાઓ મુક્તિ , જીવન-મૃત્યુ પથ સે . 

પ્રિયે , સાથ છોડી, હાથ છોડી, કર્યું જ પ્રયાણ ?
આ હૈયું અને ઘરબાર સૌ થયા હા ! પ્હાણ ?! 
ગયું ,'નલિની નલિની 'તણા  ટહુકાનું ગાન?
ગઈ એ સુખમય, વત્સલ ક્ષણોની લ્હાણ ? 
ભલે , પ્રિય, સિધાવો, હો શાંતિમય તવ પ્રયાણ ,
અને વસો, જ્યાં છે ,અજરઅમર  શિવધામ. 
ઐક્ય એ જીવશિવનું કરે તવ કલ્યાણ,
એ ભાવાંજલિ અર્પે અંતરના આ  ઉદગાર ! 
                                  5/8/2024 
                                     8.25 એ એમ 

વૃંદાવનમાં ભક્તિ

   


મનડું લઈને હું તો વૃંદાવનમાં ચાલી રે ,
ભક્તિના વનમાં , થઇ, ભક્તિમાં ઘેલી રે ;
વરસો  વરસ એ કુમળી વેલી ,
વનરાવનમાં ફૂલીફાલી રે .
કાના સંગ રુડી પ્રીતડી બાંધી ,
"બેલા" ફૂલ દઈ ઝૂલી રે .
                       29 /7/2024 
                              12.30 પી એમ