----વછૂટી ગઈ ,શ્યામ ! તારાથી , હું તો .
----અટવાણી ભવની ભવાઈમાં , હું તો .
----તારી સાથે કરતી'તી મીઠી ગોઠડી , હું તો .
----મહેકતા મધુવનમાં મહેકતી'તી , હું તો .
----બંસરીનાં નાદમાં ડૂબતી'તી , હું તો .
----ફરફરતા મોર પીંછે મોહી'તી , હું તો .
----તારી સંગ સુખમાં મ્હાલતી'તી , હું તો .
----મારાં વ્હાલમના વ્હાલમા નહાતી'તી ,હું તો .
----સુણે છે ? "બેલા"ની ડાળની કહાણી !
----હવે ફૂલો વેરાયાં ને સુકાઈ , હું તો .
----વછૂટી , છતાં ના ભૂલી તને , હું તો .
----શ્યામ ! તને હૈયામાં ધારીને જીવું છું,હું તો .
બેલા ૮ ઓગસ્ટ ૨૦૧૬
૭.૦૦ એ.એમ. યુ. એસ. એ .
No comments:
Post a Comment