આ દળદર કેમ ફીટશે રે ,બાઈ !
હું તો જનમ જનમની ભિખારી !!
થીગડે થીગડાં જીવતર માંહી ;
મારાં શામળા ! તારી દુહાઈ !!
ધન ,જોબન ને મહેલા, રે ,બાઈ !
શા ખપના ?જ્યાં નથી દિલમાં ભલાઈ !!
રામ-નામની રટ નથી રે ,કાંઈ ;
નથી રે કોઈ દાનાઈ !!
પાપ-કર્મનાં પોટલાં રે,બાઈ !
બાંધ્યાં ,જનમ જનમની તવાઈ !!
"બેલા"ડાળે ફૂલ કેમ ખીલે રે , બાઈ ;
જ્યાં પુણ્યની નથી સિંચાઇ !!
આ દળદર કેમ ફીટે રે ,બાઈ !
હું તો જનમ જનમની ભિખારી !!
શામળા ! હારી , તાંસળી ખખડાવી ;
દઇ દે , તારી ઠકારાઈ !!
બેલા-૨૮\૬\૨૦૧૪
૮.૩૦.એ.એમ.
No comments:
Post a Comment