Pages

તું ક્યાં છે ?



મારી આંખ્યુમાં વસનારા ,મારાં હૈયાને હરનારા ;
મારાં શામળા ! તું ક્યાં છે ?

તારી વાંસળીના સૂરમાં ડુબાવનારા ,
પનઘટ પર મટકી ફોડનારા ,માખણ ચોર ;
મારાં શામળા ! તું ક્યાં છે ?

ગ્વાલો સંગે ખેલનારા ,અસુરોને મારનારા ,
બ્રહ્માને ભરમાવનારા ! 
મારાં શામળા તું ક્યાં છે ?

કુંજ વનમાં રાધાજીને રીઝાવનારા ,
માં યશોદાજીના દુલારા ;
બલરામજીના ભૈયા ,
મારાં શામળા ! તું ક્યાં છે ?

"બેલા"ની ડાળે ઝુલનારા , 
બંસીવટ પર રાસ રમનારા; 
નંદજીના પ્યારા ,
મારાં શામળા ! તું ક્યાં છે ?
                   બેલા \૩\૪\૧૪ 
                       ૯.૨૦.પી.એમ.

No comments:

Post a Comment