હું તો કાગળીયા લખી લખી થાકી !
હું તો કહેણ મોકલીને ય થાકી !
હું તો વાટડી જોઈને ય થાકી !
થાકી! થાકી ! થાકી !
હવે આ "બેલા" ન ડોલે છે ,
હવે આ "બેલા" ન ઝૂલે છે ;
હવે અનિલ સંગે ન ફોરે છે ,
હવે ન સ્પંદન ,હવે ન ક્રંદન ,
હું તો જડવત ઊભી !
ઊભી ! ઊભી ! ઊભી !
અણિયાળા પ્રશ્નો ચૂભે છે ,
વક્ર વાણી જગની ભેદે છે ;
પ્રેમની પ્યાસી પર લોક હસે છે ,
ચીંથરેહાલ હું ઘૂમું છું :
અંતર નાખ્યું ફાડી !
ફાડી ! ફાડી ! ફાડી !
બેલા \૧૧\૧૧\૨૦૧૩
૧.૩૦.એ.એમ.
No comments:
Post a Comment