કૃષ્ણ ! ચરણે તવ નમું નિરંતર ,
મદનમોહન !હે ગિરિધારી !
તુજ દર્શન પર વારિ જાઉં ,
હે મુરલીધર,!બનવારી !
વંકાયેલા મુખ પર શોભે ,
મુકુટ ,મોરપિચ્છ-ધારી !
હાથો માં સોહે છે કંકણ ,
મનમોહન હે ત્રિપુરારી !
વૃદાવનમાં બંસીબટ પર .
બંસરીમાં એક ફૂંક મારી !
ગોપ-ગોપી સંગ રાસ રચાવ્યો ,
વચમાં સોહે રાધા દુલારી !
"બેલા" મુગ્ધ બનીને નીરખે ,
ઓ કાન્હા ! લીલા તારી !
બની રમમાણ તુજ ભજનમાં ,
પામીશ કૃપા ,ઓ મનહારી !
બેલા\૩૧\૫\૨૦૧૩\૩.૪૫.પી.એમ.
કૃષ્ણ ભગવાનને ઘણું સારું ગીત અર્પણ કર્યું છે. સુંદર.
ReplyDeleteતમને પણ મારા કેટલાંક ગીતો જે કૃષ્ણ માટે જ રચ્યાં છે જે પસંદ પડશે.