જીવન સંધ્યાના કેસરી,ગુલાબી
ઉજાસમાં
અવકાશને નીરખતી બેઠી છે કુંતી .
વિચારે છે :
શું રચ્યું જીવન નિયતિએ મારું ?!
બાળપણમાં કૌમાર્ય છીનવ્યું,
વરદાન રૂપી શ્રાપે ;
યૌવન વહ્યું,પાંડુ રોગી
પાંડુ રોગી પતિ સાથે ,વનમાં .
મોહાંધ -કામાતુર પતિએ
દીધું વૈધવ્ય .
પતિ -સંગ પ્રયાણ પણ
છીનવાયું, શોક્યથી .
બની ,કુરુપુત્રોની ઓશિયાળી .
ધર્માદા રાજ્ય પણ ગયું ,
યુધિષ્ઠિરના ચ્સર-ખેલમાં !
નિયતિએ ફરી વનવાસ દીધો.
અંતે જીવન ટકરાયું ,-મહાભારતના યુદ્ધમાં .
શું નીયતીને આજ સુઝ્યું ?
મને જીવન-ધનની ભેટ આપવામાં ?
બેલા\૧૯\૧\૨૦૧૩
No comments:
Post a Comment