એક કૂજતી કોયલ ,
વનરાઈમાં અન્ય પંખીડા સાથે
ફૂદ્કતી અને રમતી .
આમ્ર ઘટા આખ્ખી ય
કોયલના કુજનથી અને
ફળ-ફૂલની ફોરમથી
મ્હેકતી ,હરખાતી
અચાનક
આવ્યું એક કાળું વાદળ
હરી વાચા કોયલની
હરી મ્હેક આમ્ર ઘટાની
અંતે
હરી જ ગયું ,કોયલને
નિજ સંગે .!
વનરાઈનાં પંખીડાં
ધ્રુજે ,વીસમે ,અને વિચારે ;
હવે ક્યાં હશે અમારી
સંગીની ,ભગિની કોયલ ?
હશે આમ્ર ઘટા વચ્ચે કે રણ વચ્ચે ?
ઓ નિર્દય કાળા વાદળ !
અમે રસ હિન થયાં ,
ગાન હિન થયાં ,વિરહી
વરસોથી વાટ જોઈ રહ્યાં
આવે , એના કોઈ સંદેશાની .!
બેલા\8\12\2012\3.30પી .એમ .
No comments:
Post a Comment