છોને લોક કહે તને ઘનશ્યામ ,
છોને લોક કહે તને કાળો કહાન .
મેં તો દીઠો અવકાશમાં
સંગેમરમર જેવો ધવલ કમલાક્ષ .
સુંદર શીતલ સ્મિત રેલવતો કાં'ન
સફેદ પાઘ ,ધવલ જરિયન ,ભૂરી પટ્ટી સાથે .
મોરપિચ્છ સોહામણું શોભે માથે
ખેસ ઉડતો અનિલ સહારે;
લહેરાવી અવકાશી ભૂરી છાંટ !
આહા ! સૂર મધુરાં ,તારી બંસીનો નાદ ,
અર્પે છે તુજ દર્શન અને તુજ વાદ્ય
અલૌકિક અનહદ આનંદની થાપ !
શબ્દો માં ન ઊતરે ,તારાં આ દર્શનની ઝાંય !
મન હી મન રાચું સ્મરી એ રૂપ વારંવાર ,
ના તને કાનુડો કહેવાય ,ન શ્યામ , ન કાન્હા .
આ તો દીસે છે ,મનહારી શાંત ,સ્મિત ભર્યો
સખા .
બસ છાયો આનંદ આનંદ,ચિત્તડું શાંત શાંત .
આહલાદક રૂપ તારું મોહિની મુરત
અંકાયું મુજ જીગરમાં .
બેલા \૩૧\૭\૨૦૧૫
૪.૫૦.પી. એમ
આજે મને જે દર્શન મળ્યાં ,ઘરમાં જ એનું વર્ણન હું કરી શકતી નથી .
ફક્ત મારી લાગણી અને આનંદ શબ્દોમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે છતાં યે મન તૃપ્ત થયું નથી .
No comments:
Post a Comment