શીવ ભોલેનાથ,શીવ રુદ્રહાક .
શીવ સ્મશાનવાસી
શીવ ભસ્માંગધારી
જટાધારી જોગી શીવ .
એ શીવ
શોભાવે ,સૌન્દર્ય-શિરમોર બીજ ચંદ્રને
ધરી મસ્તકે ,મુકુટ રૂપે .
વહાવતા ગંગા શાશ્વતી ,શીવ
કાલસર્પ વિજયી શીવ.
ઈડા,પિંગલા સુષુમ્ણા,અને,
સત્વ,રજસ,તમસના વિજેતા શીવ.
અજન્મા ,અનાદિ-અનંત શીવ .
ભુત-પ્રેત સંગે વિહરતા
પણ
વામાંગે સ્થિત ઉમાને
હર્ષાવતા શીવ
અઘોર તપસ્વી, છતાં
નૃત્યના આદ્ય દેવ શીવ .
લાસ્ય-તાંડવ વચ્ચે
હાસ્ય-રુદ્ર્તા વચ્ચે
સમતુલા ધરાવતા શીવ .
એથી જ
દેવાધિદેવ -મહાદેવ છે
શીવ .
બેલા\૧૦\૩\૧૩\૪.૦૦ પી.એમ
No comments:
Post a Comment